Farmers Protest: સરકાર MSP ને કાયદેસર માન્યતા કેમ નથી આપતી? BJP ના દિગ્ગજ નેતાએ આપ્યા જવાબ
કૃષિ કાયદા (Farm Laws) માં MSP ને કાયદેસર માન્યતા આપવાની માગણી પર ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ મોટું નિવેદન આપ્યું છે.
પટણા: કૃષિ કાયદા (Farm Laws) માં MSP ને કાયદેસર માન્યતા આપવાની માગણી પર ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ મોટું નિવેદન આપ્યું છે. સુશીલ મોદી (Shushil Modi) એ કહ્યું કે MSP ને કાયદેસર માન્યતા કોઈ પણ સરકાર આપી શકે નહી. MSP ને કાયદેસર માન્યતા આપીને સરકાર ખાનગી ક્ષેત્રને સમર્થન મૂલ્ય પર અનાજ આપવા માટે બાધ્ય કરી શકે નહીં.
વાત જાણે એમ છે કે સુશીલ મોદી (Shushil Modi) બિહાર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી આયોજિત ડો.રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ લેક્ચરમાં પોતાની વાત રજુ કરી રહ્યા હતા. કૃષિ અને વિકાસ વિષય પર પોતાના વિચાર રજુ કરતા સુશીલ મોદીએ પંજાબના વિકાસ અને ચીનની પ્રગતિની હકિકત વિશે પણ લોકોને માહિતગાર કર્યા.
પાણી પર લગાવવામાં આવ્યો ટેક્સ
સુશીલ મોદીએ કહ્યું કે પંજાબ માં લોકો ઘઉં ખાય છે. પરંતુ ચોખા વાવે છે. નફો કમાવવા માટે લોકોએ ચોખાની ખેતી શરૂ જરૂર કરી. પરંતુ તેના દ્વારા મોટા પાયે ભૂર્ગભજળનું દોહન થયું. ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડાના કારણે ત્યાં પાણી ઉપર પણ ટેક્સ લગાવવામાં આવ્યો છે.
બિહારનો ગ્રોથ ડબલ ડિજિટમાં થયો
તેમણે કહ્યું કે શરૂઆતના દિવસોમાં પંજાબમાં કૃષિ અને સામાન્ય વિકાસનો ગ્રાફ જરૂર જોવા મળ્યો. પરંતુ ત્યારબાદના દિવસોમાં સંસાધનોના દુરઉપયોગના કારણે પંજાબમાં કૃષિનો ગ્રોથ રેટ ઘટ્યો અને વિકાસ દર પણ ઘટ્યો. જ્યારે બિહારમાં ગ્રોથ રેટ ડબલ ડિજિટમાં પહોંચી ચૂક્યો છે.
MSP ને કાયદેસર માન્યતા કેમ ન મળી શકે?
ભાજપના સાંસદે જણાવ્યું કે સરકાર 23 પ્રકારના અનાજ પર MSP આપે છે. પરંતુ તેને કાયદેસર માન્યતા આપવી કોઈ પણ સરકાર માટે શક્ય નથી. કાયદેસર માન્યતા આપવાનો અર્થ એ છે કે ખાનગી સેક્ટરને પણ સમર્થન મૂલ્ય પર અનાજ ખરીદવા માટે બાધ્ય કરવા, જે ન કરી શકાય. ખાનગી ક્ષેત્રને અનાજનું મૂલ્ય નક્કી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. અનેક ક્ષેત્રોમાં ખેડૂતોને તેનો લાભ પણ મળે છે.
MSP પર કાયદો બનાવવામાં શું છે અડચણ?
સુશીલ મોદીએ કહ્યું કે જો MSP પર કાયદો બને તો 10 લાખ 78 હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજો સરકારે ઉઠાવવો પડે. જે કોઈ પણ સરકાર માટે શક્ય નથી. કોઈ સરકાર MSP ને લીગલ ફ્રેમવર્કમાં લાગુ કરી શકે નહીં.
આ ઉપરાંત તેમણે કહ્યું કે એક કિલો ચોખા સરકારને 43 રૂપિયામાં પડે છે જ્યારે જનવિતરણ પ્રણાલી કેન્દ્ર દ્વારા લોકોને તે 3 રૂપિયે કિલો પર અપાય છે. તે જ રીતે ઘઉનો ખર્ચો સરકારને 30 રૂપિયા પ્રતિ કિલો પડે છે. જ્યારે પબ્લિકને જનવિતરણ હેઠળ 2 રૂપિયે કિલો ઘઉ અપાય છે. સરકાર ઘઉ પર 28 રૂપિયા સબસિડી આપે છે.
સરકારી અનાજને વેચી દેવાય છે
ગરીબોને સસ્તા દરે મળનારા અનાજના બીજા પહેલુ ઉપર પણ સુશીલ મોદીએ કહ્યું કે બિહારના અનેક વિસ્તારોમાં તેમણે જાણ્યું છે કે ગરીબ લોકો સસ્તા દરે ઘઉ ચોખા જરૂર જનવિતરણ પ્રણાલી કેન્દ્રોથી જરૂર ખરીદે છે પરંતુ આસપાસની દુકાનોમાં થોડી વધુ કિંમતે વેચી પણ દે છે.
PHOTOS: પતિ-પત્નીએ લગ્ન સમયે એકબીજાને આપેલું વચન નિભાવ્યું, એક જ ચિતા પર થયા અંતિમ સંસ્કાર
સબસિડી બાદ પણ ખેડૂતોને નુકસાન?
ભાજપના સાંસદે જણાવ્યું કે આ વર્ષે કેન્દ્ર સરકાર 3 લાખ કરોડ ફૂડ સેક્ટરમાં સબસિડી પર ખર્ચો કરવા જઈ રહી છે. જ્યારે આગામી વર્ષે 2 લાખ 45 હજાર કરોડ સબસિડી આપશે. બધુ મળીને કૃષિના અલગ અલગ ક્ષેત્રોમાં સરકારે આ વર્ષે 6 લાખ 56 હજાર કરોડ રૂપિયા સબસિડી આપવી પડે છે. પરંતુ સમગ્ર મામલે ખરાબ પહેલુ એ છે કે સબસિડી આપ્યા પછી પણ ખેડૂતો નુકસાનમાં છે.
કૃષિ કાયદા પાછા ખેંચશે સરકાર?
એટલું જ નહીં સુશીલ મોદીએ ભારતની ચીન સાથે પણ સરખામણી કરી. મોદીએ જણાવ્યું કે ચીને ખેડૂતોની અર્થવ્યવસ્થાને બમણી કરી છે. 1990 સુધી ભારત ચીનની પરકેપિટા ઈનકમ સેમ હતી. પરંતુ ત્યારબાદ 30 વર્ષમાં ચીનની પ્રતિ વ્યક્તિ આવક 5 ગણી વધી ગઈ. તેમણે કહ્યું કે જે કૃષિ સુધાર અમે આજે કરી રહ્યા છીએ તે ચીને 1978માં કરી નાખ્યા હતા. જેનો ફાયદો ચીનને થયો. જો આપણે કૃષિ સુધારની આ તક ચૂકી ગયા તો ફરીથી મળવાની નથી. સરકાર કોઈ પણ સંજોગોમાં કૃષિ કાયદા (Agricultural Law) પાછા નહીં ખેંચે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube